નવી દિલ્હી: અત્યાર સુધી તમે સ્પાઈડર મેન જેવો માણસ જોયો હશે, તેના કાર્ટુંન આવતા હોય છે. પરંતુ અહીં તો એક કરોળિયો જ જાણે માણસ જોઈ લો. આસામમાં એક એવો કરોળિયો ધ્યાનમાં આવ્યો છે કે જેના શરીર પર માણસનો ચહેરો જોવા મળી રહ્યો છે. આ ઘટના કલિયા બરના વિપુલ બલારીના ઘરમાં ઘટી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કરોળિયાને જોવા માટે લોકો દૂર દૂરથી ત્યાં આવી રહ્યાં છે. લાંબી લાઈનો લાગે છે. લોકોનું કહેવું છે કે તેમણે અત્યાર સુધી આવો કરોળિયો જોયો નથી. લોકોએ આ કરોળિયાનું નામ સ્પાઈડર મેન રાખ્યું છે. 


આ અદભૂત ઘટના જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા છે.